જય જય ગરવી ગુજરાત
ડૉ નીતિનલાલ સર અને રીના મેમ બહોળો અનુભવ ધરાવતા સારા ગાયનેકોલોજીસ્ટ છે.
જે રાજકોટ માં મનન આઇ.વી.એફ સેન્ટર ચલાવે છે.
હોસ્પિટલ નુ એલીવેશન બહુ સુંદર છે. શ્રી નરેન્દ્ર મોદી સરકારના ”સ્વચ્છ ભારત અભિયાન” અંતર્ગત સ્વચ્છતાનું પાલન કરે છે જેથી દર્દીને ઘર જેવું વાતાવરણ મળી રહે છે.
ડૉ. નીતિન લાલ સાહેબ ઊપર ઠાકોરજી ની અસીમ કૃપા છે.
ડૉ. નીતિન લાલ સાહેબ નો સૌમ્ય સરળ સ્વભાવ બહુમુખી પ્રતિભા ધરાવે છે જેથી હોસ્પિટલમાં વિવેકી સ્ટાફ અને અઘ્ધતન ઈન્ટરનેટનેશનલ ટેકનોલોજી દ્વારા માનવ કલ્યાણના ઉત્કર્ષ માટે નિસંતાન દંપતીને માનવતા અને લાગણીથી સારવાર આપી રહ્યા છે.
જે 67 વર્ષના નિસંતાન બહેનને આઇ.વી. એફ ટ્રીટમેન્ટ દ્વારા સંતાન પ્રાપ્તિ કરાવી આંતરરાષ્ટ્રીય કક્ષાએ ગીનીશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ દર્જ કરાવી ભારતનું નામ રોશન કરી એક સારી નામના મેળવેલ છે.
અમે મનન હોસ્પિટલમાં 2016માં આઇ.વી .એફ ટ્રીટમેન્ટ લેતા અમારે ત્યાં સંતાન પ્રાપ્તિ થયેલ છે ત્યારબાદ અમે 10 થી 12 નિસંતાન ભાઈ બહેનોને મનન હોસ્પિટલ સજેસ્ટ કરેલ છે જેના દ્વારા બધાને ત્યાં આજે પ્રભુ કૃપાથી પારણું બંધાયું છે.
ત્યારબાદ 2024માં ફરી બીજા સંતાન પ્રાપ્તિ માટે અમે આઇ.વી.એફ ટ્રીટમેન્ટ લેતા અમારે ત્યાં બે પુત્ર રત્ન પ્રાપ્ત થયેલ છે જેનાથી અમે ધન્યતા અનુભવીએ છીએ.
અમને ડૉ.નીતિન લાલ સાહેબની મનન હોસ્પિટલ દ્વારા આઈ. વી. એફ ટ્રીટમેન્ટ લેવામાં ખુબજ સારો રિસ્પોન્સ મળેલ છે.
ડૉ. નીતિન લાલ સાહેબના અમે ખૂબ ખૂબ આભારી છીએ..🙏🏻



